Explore

Search

June 13, 2026

Contact us -7820092500

IAS Coaching

ઈસરોલી ગામેથી ગેરકાયદેસર ગેસ બાટલાનું રીફલિંગ કરતો શખ્સ ઝડપાયો

સુરત જિલ્લાનાં ઈસરોલી ગામમાં ગેરકાયદે રીતે ગેસના બાટલાનું રીફલિંગ કરતા શખ્સ ઝડપાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુંબ, બારડોલીના ગાંધી રોડ પર જનસેવા કોમ્પ્લેક્ષના પાંચમા માળે રહેતો તકદીર કલંદર બુરાન(ઉ.વ.૩૫) તેની ઈસરોલી ગામ પાસે તકદીર ખાન શોપ નામની પતરાની કેબીનમાં ગેસ કંપનીઓના ટેમ્પોવાળા પાસેથી રાંધણ ગેસના બાટલાઓ ગેરકાયદેસર રીતે મેળવી તેનો સંગ્રહ કરી અન્ય નાના બાટલામાં રિફિલિં કરતો હતો.

તેની આ પ્રવૃત્તિથી અન્ય લોકોની જીદંગી જોખમામાં મુકાતી હતી. જોકે પોલીસે તેની પાસેથી ઈલેકિટ્રક મોટર સાથે નોઝલ પાઈપ ફીટ કરી બાટલા ભરતો હતો તે સામગ્રી પણ કબ્જે કરી હતી. આમ, પોલીસે તકદીર પાસેથી રાંધણ ગેસના એચ.પી. ૧૪ કિલોગ્રામના ૨ બાટલા, કોમર્શિયલ ગેસના ૧૯ કિલો ગ્રામના ૨ બાટલા અને ૫ કિલોગ્રામનો બાટલો ઈલેકિટ્રક વજન કાંટો મળી કુલ રૂપિયા ૨૩,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)

Advertisement
error: Content is protected !!