વલસાડ એલસીબી પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે ખાનગી બાતમી મળી હતી, એક ટાટા કન્ટેનર દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાનું છે. જેથી ચેકીંગ શરૂ કરાતા થોડા સમય બાદ બાતમીવાળું કન્ટેનર આવતાં પોલીસે તેને અટકાવાયું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં ટ્રાન્સપોર્ટના માલસામાનની વચ્ચે સંતાડીને રાખેલ દારૂની ૧,૫૨૦ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૩,૩૪,૬૮૦/- હતી. આ સાથે પોલીસે રૂપિયા ૧૦ લાખનું ટાટા કન્ટેનર સહિત કુલ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે ઝડપાયેલ ચાલકની ઓળખ નપીસ રઝાક અબ્દુલ રહીમ ખાન (રહે.મેવાત,હરિયાણા) તરીકે થઈ હતી.
વધુ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, રાજસ્થાનના જાન મહોમદ નામના વ્યક્તિએ તેને દમણથી દારૂ ભરાવી આગળ પહોંચાડવા બદલ રૂ.૨૦ હજાર આપવાની વાત કરી હતી. જાન મહમદના કહેવા મુજબ દમણ ખાતે અજાણ્યા વ્યક્તિએ કન્ટેનરમાં દારૂ ભરાવ્યો હતો. બનાવ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

