Explore

Search

May 26, 2026

Contact us -7820092500

IAS Coaching

ગમખ્વાર અકસ્માત : ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં એક શખ્સનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું

રાજ્યનાં સરહદી જિલ્લા કચ્છમાં ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક તરફ જતા રોડ પર એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પવનચક્કીના મોટા પાંખિયા કે પાર્ટ્સ લઈ જતા એક વિશાળ ટ્રેલર અને પૂરઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને પગલે હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ખાવડા હાઇવે પર પવનચક્કીના સેગમેન્ટ ભરેલા ટ્રેલર સાથે ડમ્પર એટલી જોરદાર ઝડપે અથડાયું હતું કે તેનો પ્રચંડ અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. ટક્કર એટલી ઘાતકી હતી કે ડમ્પરની આગળની આખી કેબિન લોખંડના કાટમાળમાં ફેરવા ઈ ગઈ હતી અને તેનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ ભયાનક દુર્ઘટના અંગે આસપાસના લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પશ્ચિમ કચ્છની ખાવડા પોલીસ સ્ટેશનનો કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આમ, પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત અંગે ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને કાયદેસરની આગળની તપાસ અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!