Explore

Search

June 27, 2026

Contact us -7820092500

IAS Coaching

ભાજપના પૂર્વ યુવા મોરચા મંત્રી સામે પોલીસ ફરિયાદ: બુહારીમાં મતદાન મથક પાસે મારામારી અને જ્ઞાતિવિષયક અપમાન કર્યાનો આક્ષેપ

વાલોડ તાલુકાના બુહારી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન થયેલી એક બબાલમાં ભાજપના પૂર્વ પ્રદેશ યુવા મોરચા મંત્રી સૂરજ સત્યજીતભાઈ દેસાઈ અને તેમના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તાપી જિલ્લા ભાજપના મહામંત્રી અમિતભાઈ પટેલે આ મામલે વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, ગત ૨૬ એપ્રિલના રોજ બુહારી ગામની મિશ્ર પ્રાથમિક શાળા ખાતે મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી અમિતભાઈ પટેલ ત્યાં પહોંચતા, ત્યાં હાજર સૂરજ દેસાઈ અને સત્યજીત દેસાઈએ તેમની સાથે અશોભનીય વર્તન શરૂ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ અમિતભાઈને જોઈને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.જ્યારે અમિતભાઈએ આ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આક્ષેપ છે કે આરોપીઓએ જાહેર સ્થળે બિભત્સ વર્તન કરી, જ્ઞાતિવિષયક ગાળો આપીને તેમને અપમાનિત કર્યા હતા. આટલું જ નહીં, સૂરજ દેસાઈએ અમિતભાઈ સાથે ઝપાઝપી કરી ઢીંક મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.વાલોડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!