Explore

Search

April 17, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લાના ૮ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે કુલ ૩૮૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

તાપી જિલ્લાના આઠ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે કુલ ૩૮૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકા માટે આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે, જ્યાં ઉકાઈની ૧૬ બેઠકો માટે ૫૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સ્થાનિક મતદારોમાં પણ પોતાના નવા તાલુકાના પ્રથમ પ્રતિનિધિઓ પસંદ કરવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને જિલ્લાની તમામ તાલુકાના ૧૩૪ બેઠકો પર મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ નોંધપાત્ર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના સીધા માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

મોડી રાત્રે મળેલ વિગતો તરફ એક નજર કરીએ તો નિઝર – ૧૬ બેઠકો માટે ૪૪ ઉમેદવારો પૈકી સરવાળા બેઠક ઉપર ભાજપના એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ જાહેર, ડોલવણ- ૧૬ બેઠકો માટે ૪૫ ઉમેદવારો,સોનગઢ-૧૮ બેઠકો માટે ૫૨ (બાવન) ઉમેદવારો, વ્યારા-૨૦ બેઠકો માટે ૬૦ ઉમેદવારો, વાલોડ-૧૬ બેઠકો માટે ૪૯ ઉમેદવારો, નવનિર્મિત ઉકાઈ તાલુકાની ૧૬ બેઠકો માટે ૫૦ ઉમેદવારો, ઉચ્છલ-૧૬ બેઠકો માટે ૪૭ ઉમેદવારો તેમજ વેબ સાઈટ ઉપર કુકરમુંડા તાલુકાની વિગતો અનુસાર ૧૬ બેઠકો માટે ૩૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

 

Advertisement
error: Content is protected !!