Explore

Search

April 13, 2026

Contact us -7820092500

IAS Coaching

ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ અને સર્વે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ: નિયમભંગ બદલ 2 વર્ષની કેદની જોગવાઈ

ભારતીય પ્રેસ પરિષદ (PCI) દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રિન્ટ મીડિયા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ સૂચના અનુસાર, વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણી દરમિયાન લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126A હેઠળ એક્ઝિટ પોલના પરિણામોના પ્રકાશન અને પ્રસારણ પર સખત પ્રતિબંધ રહેશે.

કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણી પંચ દ્વારા સૂચિત કરવામાં આવેલા સમયગાળા દરમિયાન એક્ઝિટ પોલ કરી શકશે નહીં અથવા તેના પરિણામો પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ કરી શકશે નહીં. આ માર્ગદર્શિકા આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની સામાન્ય ચૂંટણીઓ તેમજ ગુજરાત, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરાની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ માટે લાગુ પડશે.જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને બે વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે.પ્રેસ કાઉન્સિલે જણાવ્યું છે કે લોકશાહીમાં મતદારોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અખબારોએ સતર્ક રહેવું જરૂરી છે. જો કોઈ સમાચારપત્ર ‘મતદાન-પૂર્વ’ (Pre-poll) સર્વે પ્રસિદ્ધ કરે, તો તેમણે સર્વે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે? કયા સંગઠન કે વ્યક્તિએ સર્વે કરાવ્યો છે? સેમ્પલ સાઈઝ (નમૂનાનું કદ) અને તેનું સ્વરૂપ શું છે?  તારણો કાઢવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે અને ભૂલની શક્યતા કેટલી છે? જેવી વિગતો આપવી અનિવાર્ય છે.

જ્યાં સુધી તમામ તબક્કાનું અંતિમ મતદાન પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ અખબાર ‘મતદાન-ઉપરાંત’ (Exit-poll) સર્વે પ્રસિદ્ધ કરી શકશે નહીં, ભલે તે ગમે તેટલો સચોટ કેમ ન હોય. આ નિયમનો ઉદ્દેશ્ય એ છે કે અગાઉ થયેલા મતદાનના સર્વેથી બાકી રહેલા વિસ્તારોના મતદારો પ્રભાવિત ન થાય.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તમામ મીડિયા હાઉસને પત્રકારત્વના આચરણના ધોરણો અને કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવા તાકીદ કરી છે.

Advertisement
error: Content is protected !!