Explore

Search

April 9, 2026

Contact us -7820092500

IAS Coaching

પારડી નજીક 55 પાડા ભરેલી ટ્રક ઝડપાઇ: સાત શખ્સો સામે ગુનો દાખલ

પારડી પોલીસ સ્ટેશન હેઠળના બગવાડા ટોલનાકા પાસેથી ક્રૂરતાપૂર્વક ભરેલા 55 પાડા (ભેંસના બચ્ચા) સાથે એક ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ, 31 માર્ચ ના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસને બાતમી મળી હતી કે સુરતથી વાપી તરફ જતી એક અશોક લેલન ટ્રક નંબર KA-01-AN-5028 માં પશુઓને ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી ટ્રકને અટકાવી હતી.

તપાસ દરમિયાન ટ્રકની અંદર ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા વગર, અત્યંત ક્રૂરતાપૂર્વક ૫૫ પાડા બાંધેલા મળી આવ્યા હતા. આરોપીઓ પાસે પશુઓની હેરફેર માટેના કોઈ પાસ, પરમિટ કે મેડિકલ સર્ટિફિકેટ નહોતા.પોલીસે આ કાર્યવાહીમાં 55 પાડા,અશોક લેલન ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 26,70,500/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી અંસાર અઝીઝ ખાન, સાબીર આસુ, તાહીર રસીઇદ ધોબી, સરફરાઝ યાકુબ બાદી અને આબિદ અચ્યુબ રાજપુતની ધરપકડ કરી છે. જ્યારે આ પશુઓ ભરાવનાર ઇરસાદ નુરમોહમ્મદ ખાન (હરિયાણા) અને મંગાવનાર વિનોદભાઈ (કેરળ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા તમામ પાડાઓને સારસંભાળ માટે વાપીની ‘રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોળ’ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement
error: Content is protected !!