Explore

Search

April 9, 2026

Contact us -7820092500

IAS Coaching

જામનગર CPWDનો મદદનીશ ઇજનેર રૂ.4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ACB એ જામનગરમાં એક મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના ક્લાસ-2 અધિકારીને લાખોની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર આ કેસના આરોપી વિજયકુમાર બાબુલાલ મીના, જે જામનગર CPWD ની ઇલેક્ટ્રિક શાખામાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવે છે, તેમણે એક કોન્ટ્રાક્ટરના બાકી બિલ પાસ કરવા માટે મસમોટી લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીના મિત્રને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં બની રહેલા રિસર્ચ સેન્ટર અને દ્વારકાના મોજપ ગામે આવેલા BSF મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ફિટિંગના કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે ઇજનેર વિજયકુમારે રૂા.4,52,000/- ની માંગણી કરી હતી.કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે તારીખ 02/04/2026 ના રોજ આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત CPWD ની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા 4,52,000/- સ્વીકાર્યા હતા. એટલું જ નહીં, રકમ મળ્યા બાદ તેમણે ફરિયાદીના મિત્ર સાથે ફોન પર વાત કરી નાણાં મળી ગયાની કબૂલાત પણ કરી હતી.એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement
error: Content is protected !!