Explore

Search

April 9, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારી શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો : વોટ્સએપ ગ્રુપમાં ફરી જોડાવાના બહાને OTP મેળવી પત્નીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યા

નવસારી શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ભેજાબાજ ગઠિયાએ વેપારીની પત્નીના વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી પરિચિતો પાસે નાણાંની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવસારીના અબ્રામા રોડ પર હાર્ડવેરની દુકાન ધરાવતા નિરજકુમાર નરેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 30 માર્ચના રોજ રાત્રે તેમની પત્ની આશાબેન પર એક અજાણ્યા નંબર (9558843906) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે તે ‘તુલસી નાઇટવેર’ ગ્રુપમાંથી બોલે છે અને આશાબેન ગ્રુપમાંથી રીમુવ થઈ ગયા હોવાથી ફરી જોડાવા માટે ફોન પર આવેલો OTP જણાવવો પડશે. પત્નીએ OTP આપતા જ તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી લીધા હતા.હેકરે પત્નીના ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપ પર નવું પ્રોફાઇલ પિક્ચર બનાવી પરિચિતો અને સંપર્કમાં રહેલા લોકો પાસે પત્નીના નામે રૂપિયાની માંગણી શરૂ કરી હતી.આ રીતે અજાણ્યા ઇસમે પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.ફરિયાદીએ આ અંગે ઓનલાઇન સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કર્યા બાદ નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે,  જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના વધુ બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, બીલીમોરાના સોમનાથ રોડ પર રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ હર્ષદભાઈ કાંતિલાલ શેઠ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ હર્ષદભાઈના પુત્રના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાએ બેંક અધિકારી તરીકે ઓળખ આપી ‘સીનિયર સીટીઝન પેન્શન કાર્ડ’ બાબતે પૂછપરછ કરી હતી.ઠગબાજોએ હર્ષદભાઈના વોટ્સએપ પર ‘ઇન્ડસઇન્ડ બેંક રિટાયર્ડ પેન્શન’ નામની એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ડાઉનલોડ કરી હર્ષદભાઈએ તેમાં પોતાની બેંક વિગતો, ડેબિટ કાર્ડ નંબર અને પિન જેવી ગુપ્ત માહિતી ભરી દીધી હતી.વિગતો ભરતાની સાથે જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ઠગબાજોએ તેમના સેવિંગ એકાઉન્ટમાંથી રૂ.10 હજાર અને એફ.ડી. (FD) તોડી રૂ.2 લાખ મળી કુલ રૂ.2.10 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.

જયારે વધુ એક બનાવમાં છાપરા રોડ પર રહેતા માધુરીબેન પટેલ નામના ગૃહિણી સાથે પણ આવી જ એક ઘટના બની છે. 28 માર્ચના રોજ એક અજાણ્યા શખ્સે ફોન કરી પોતે પુત્રના ટ્યુશન ક્લાસીસમાંથી ‘નિકુંજ સર’ બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી.વોટ્સએપ ગૃપ અપડેટ કરવાના બહાને ગઠિયાએ માધુરીબેનના ફોન પર એક મેસેજ મોકલી ‘Allow Me’ પર ક્લિક કરાવી તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું હતું. એકાઉન્ટ હેક કર્યા બાદ ઠગબાજે માધુરીબેનના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓને મેસેજ કરી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું જણાવી QR કોડ મોકલ્યા હતા.આ જાળમાં ફસાઈને તેમની મિત્ર સિદ્ધિબેને રૂ.3 હજાર અને શિલ્પીબેને રૂ.30 ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે અન્ય જાગૃત મિત્રોએ ફોન કરીને પૂછતા વધુ છેતરપિંડી થતી અટકી હતી.

Advertisement
error: Content is protected !!