નવસારી જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે, જેમાં ગઠિયાઓએ નિવૃત્ત વૃદ્ધ અને એક ગૃહિણીને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે.બીલીમોરાના સોમનાથ રોડ પર રહેતા ૭૨ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ હર્ષદભાઈ કાંતિલાલ શેઠ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ હર્ષદભાઈના પુત્રના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાએ બેંક અધિકારી તરીકે ઓળખ આપી ‘સીનિયર સીટીઝન પેન્શન કાર્ડ’ બાબતે પૂછપરછ કરી હતી.
ઠગબાજોએ હર્ષદભાઈના વોટ્સએપ પર ‘ઇન્ડસઇન્ડ બેંક રિટાયર્ડ પેન્શન’ નામની એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ડાઉનલોડ કરી હર્ષદભાઈએ તેમાં પોતાની બેંક વિગતો, ડેબિટ કાર્ડ નંબર અને પિન જેવી ગુપ્ત માહિતી ભરી દીધી હતી.વિગતો ભરતાની સાથે જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ઠગબાજોએ તેમના સેવિંગ એકાઉન્ટમાંથી રૂ.૧૦,૦૦૦ અને એફ.ડી. (FD) તોડી રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૧૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.
જ્યારે સાયબર ફ્રોડના બીજા બનાવમાં નવસારીના છાપરા રોડ પર રહેતા માધુરીબેન પટેલ નામના ગૃહિણી સાથે પણ આવી જ એક ઘટના બની છે.૨૮ માર્ચના રોજ એક અજાણ્યા શખ્સે ફોન કરી પોતે પુત્રના ટ્યુશન ક્લાસીસમાંથી ‘નિકુંજ સર’ બોલે છે તેવી ખોટી ઓળખ આપી હતી.વોટ્સએપ ગૃપ અપડેટ કરવાના બહાને ગઠિયાએ માધુરીબેનના ફોન પર એક મેસેજ મોકલી ‘Allow Me’ પર ક્લિક કરાવી તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું હતું. એકાઉન્ટ હેક કર્યા બાદ ઠગબાજે માધુરીબેનના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓને મેસેજ કરી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું જણાવી QR કોડ મોકલ્યા હતા.આ જાળમાં ફસાઈને તેમની મિત્ર સિદ્ધિબેને રૂ.૩,૦૦૦ અને શિલ્પીબેને રૂ.૩૦ ટ્રાન્સફર કરી દીધા હતા. અન્ય જાગૃત

