Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

જોળવા પાટીયા પાસેથી ૫.૮૦ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના બે શખ્સો ઝડપાયા

જિલ્લામાં SOG ને મોટી સફળતા મળી છે. પોલીસે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં જોળવા પાટીયા પાસે વોચ ગોઠવી ઓરિસ્સાના બે શખ્સોને ૫.૮૦૩ કિલોગ્રામ ગાંજા ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજા ના જથ્થા અને સ્કાયબેગ અને અન્ય પેકિંગ મટીરીયલ, રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩.૦૧ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

સુરત ગ્રામ્ય જિલ્લામાં SOG ને બાતમી મળી હતી કે બે ઇસમો ગાંજાનો જથ્થો લઈને કડોદરા-બારડોલી રોડ પરથી પસાર થવાના છે. જે આધારે પોલીસે રેડ કરી (૧) દિલીપ રંકનીધી પઢીઆરી હાલ રહે. જોળવા જીઆઈડીસી, મૂળ ઓરિસ્સા (૨) સુધીર પ્રફુલ સ્વાંઇ હાલ રહે. જોળવા જીઆઈડીસી, મૂળ ઓરિસ્સા, આ બે આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે,મુખ્ય આરોપી દિલીપ પઢીઆરીએ ઓરિસ્સાના ભંજનગરના જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સ પાસેથી આ ગાંજો ખરીદ્યો હતો. દિલીપે તેના માસીના દીકરા સુધીરને સુરતમાં કામ અપાવવાની લાલચ આપી ઓરિસ્સાથી ટ્રેન મારફતે સાથે લાવ્યો હતો અને ગાંજો વેચાયા બાદ તેને ભાગ આપવાની લાલચ આપી હતી. આ માલ સુરતના ‘જય’ નામના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પલસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!