Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

તુંડી ગામે હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસનો દરોડો: બે ક્રેટા કાર અને રોકડ સહિત ૨૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

પલસાણા પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે તુંડી ગામની સીમમાં આવેલી એક સોસાયટીના ધાબા પર ચાલતા જુગારધામ પર ત્રાટકી ૫ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી બે લક્ઝુરિયસ ક્રેટા કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨૫,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ ગત તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે તુંડી ગામની વૃંદાવન પાર્ક સોસાયટીના મકાન નંબર-૭૩ ની છત પર કેટલાક ઈસમો ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ : (1) પ્રકાશ આશ્રોબા ચૌહાણ (રહે. નવસારી) (2) રમેશ આશ્રોબા ચૌહાણ (રહે. નવસારી) (3) વિજય અર્જુન મોહીતે (રહે. વણેશા, પલસાણા) (4) ક્રિષ્ણા બાલુભાઇ રાઠોડ (રહે. તુંડી, પલસાણા) (5) પરમેશ્વર ગોપીનાથ મોહીતે (રહે. કારેલી, પલસાણા)

Advertisement
error: Content is protected !!