Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

માંગરોળના નાના બોરસરામાં હાઈવે પરથી સળીયા ચોરીનું નેટવર્ક ઝડપાયું

સુરત ગ્રામ્ય જિલ્લા LCB એ નેશનલ હાઈવે પર પસાર થતા ટ્રેલરોમાંથી ડ્રાઈવરો સાથે મળીને લોખંડના સળીયા ચોરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.54,44,341 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ હાઈવે પર થતી ચોરીની પ્રવૃત્તિઓ રોકવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રઇશ શેખ નામનો ઈસમ તેના સાગરીતો અને ટ્રેલર ચાલકો સાથે મળીને નાના બોરસરા ગામ પાસે અપીવેક્સ ફાર્મા કંપનીની સામે ખુલ્લી જગ્યામાં સળીયા ચોરીની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી ટ્રેલર ચાલક- સોમેખાન પઠાણખાન મેરાસી અને ક્લીનર – છુગ્ગેખાન મનોહરખાન મેરાસી આ બે શખ્સો ઝડપાઈ ગયા હતા, જ્યારે નેટવર્ક ચલાવનાર રઇશ શેખ અને અન્ય એક મોબાઈલ ધારકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ મામલે પોલીસે લોખંડના સળીયા, ટાટા ટ્રેલર અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન મળી કુલ રૂ.54,44,341 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર મામલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!