Explore

Search

March 21, 2026

Contact us -7820092500

IAS Coaching

બમ્પરની પાછળ દારૂનો જથ્થો છુપાવવાની નવી તરકીબ નિષ્ફળ: વલસાડ સીટી પોલીસે હાઈવે પર બે શખ્સોને દબોચ્યા

વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રીજ પાસે નાકાબંધી કરી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડ સીટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સેલવાસથી એક હ્યુન્ડાઈ i10 કાર નંબર GJ-05-CQ-8691 ના પાછળના બમ્પરના ભાગે ખાસ ચોરખાનું બનાવી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સ્વાદ હોટલ સામે છટકું ગોઠવી કારને અટકાવી હતી. કારની તલાશી લેતા બમ્પર પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કીની 104 નંગ બાટલીઓ મળી આવી હતી.

પોલીસે આ મામલે કિશનભાઈ શાંતિલાલ ચોસલીયા (રહે.યોગી ચોક, સુરત; મૂળ અમરેલી) અને રવીકુમાર ગીધાભાઈ પાધરા (રહે. શાણથલી, તા. જસદણ, જી. રાજકોટ) ના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે રૂ.39 હજારનો દારૂ, રૂ.1 લાખની કાર અને મોબાઈલ ફોન કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!