Explore

Search

March 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News Surat : બારડોલી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકની ગફલત : કારને ૩૦૦ મીટર સુધી ઘસડી,સદનસીબે જાનહાનિ ટળી

બારડોલી-વ્યારા નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતી એક ટ્રકના ચાલકે સ્વિફ્ટ ડિઝાયર કારને પાછળથી ટક્કર મારી અંદાજે ૩૦૦ મીટર સુધી રોડ પર ઘસડી હતી. આ ઘટનામાં કારને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ કારમાં સવાર માતા-પુત્રનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી પ્રમાણે બારડોલીના તેન ગામની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઇન્ટરીયર ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મોહંમદ તારીક ઇબ્રાહીમ તરાજીઆ (ઉં.વ.૪૦) સોમવારે સવારે ૧૦:૪૫ વાગ્યાના અરસામાં પોતાની કાર નંબર જીજે/૦૫/સીએસ/૪૧૯૦ લઈને માતા મુમતાઝબેન સાથે મઢી જવા નીકળ્યા હતા.જ્યારે તેઓ નેશનલ હાઈવે ના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કેદારેશ્વર મંદિરના ગેટ સામે પાછળથી આવતી એક ટાટા કંપનીની ટ્રક નંબર જીજે/૦૬/બીવાય/૪૭૮૬ના ચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કાર રોડની વચ્ચે જ ફરી ગઈ હતી અને ટ્રક ચાલક કારને અંદાજે ૩૦૦ મીટર સુધી ઢસડી ગયો હતો.અકસ્માત બાદ તુરંત જ ભોગ બનનારે ૧૧૨  હેલ્પલાઇન પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક સોનુ વિનોદકુમાર ધાણકા (રહે.રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. બારડોલી ટાઉન પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!