Explore

Search

March 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : વઘઈના રંભાસ ગામે પોલીસની રેડ : ૫ લીટર તાડી સાથે એક વૃદ્ધ ઝડપાયો

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે રંભાસ ગામે દરોડો પાડી ગેરકાયદેસર તાડીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, વઘઈ પોલીસની ટીમ ગત શનિવારના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રંભાસ ગામે રહેતા માનસિંગભાઈ મોતીરામભાઈ પવાર (ઉ.વ. ૬૦) પોતાના ઘરે દેશી દારૂ રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી મજકૂરના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરના ઓસરીના ભાગેથી પ્લાસ્ટિકના કેનમાં ભરેલી ૫ લીટર તાડી મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૧૧૦/- નો મુદ્દામાલ (તાડી અને ખાલી કેન) કબજે કર્યો હતો. સ્થળ પર જ તાડીનો નાશ કરી, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!