Explore

Search

March 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: ચીખલી-ખેરગામ રોડ પર અજાણી કારની અડફેટે વૃદ્ધ બાઇક ચાલકનું મોત

ચીખલી તાલુકાના તલાવચોરા ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીએ મોટરસાયકલને અડફેટે લેતા ૬૯ વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ચીખલી તરફ નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, પીપલગભણ ગામના ભરવાડ ફળીયામાં રહેતા દિનેશભાઈ મિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ.૬૯ ) ગુરુવારની સાંજે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ જીજે/૨૧/આર/૮૩૧૧ લઈને નીકળ્યા હતા. તેઓ પોતાના પૌત્રને લેવા માટે સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચીખલીથી ખેરગામ જતી રોડ પર તલાવચોરા ગામની હદમાં, સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે દિનેશભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતના બનાવમાં દિનેશભાઈને માથા અને ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને તાત્કાલિક ચીખલીની સ્પંદન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર કમલભાઈ દિનેશભાઈ પટેલે આ અંગે ચીખલી પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!