સુરતના માંડવી તાલુકાના તુકેદ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી દારૂના વેચાણ પર પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા કંટ્રોલ રૂમની બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.
માંડવી પોલીસને બાતમી મળી હતી કે તુકેદ ગામના કદવાલી ફળિયામાં આશિષભાઈ મણીલાલભાઈ ચૌધરી પોતાની દુકાનમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા, દુકાનમાં રહેલા એક લાકડાના ટેબલ નીચે છુપાવેલી પ્લાસ્ટિકની થેલીઓ અને પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ અને ટીન બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ કાર્યવાહી દરમિયાન રોયલ સ્પેશિયલ વ્હીસ્કી, ઇમ્પિરિયલ બ્લૂ અને દેશી દારૂ સંતરાની બોટલો સહીત કિંમત રૂપિયા 26,870/-ની કિંમતનો દારૂ અને બીયર જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી આરોપી આશિષભાઈ મણીલાલભાઈ ચૌધરીની ધરપકડ કરી છે.

