Explore

Search

March 6, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News: મહુવેજ ગામની સીમમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા: કોસંબા પોલીસની કાર્યવાહી

માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં જાહેરમાં હાર-જીતનો જુગાર રમી રહેલા છ ઇસમોને કોસંબા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૩૩,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોસંબા પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે મહુવેજ ગામના ખોલી ફળીયામાં સ્ટ્રીટ લાઈટના થાંભલા નીચે કેટલાક ઇસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તારીખ ૦૫/૦૩/૨૦૨૬ના રોજ વહેલી સવારે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. આ પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી નીચે મુજબના ૬ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.કોસંબા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!