Explore

Search

March 1, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : મહુવાના ડુંગરી ગામે પોલીસનો દરોડો: રૂ.૩.૧૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરી ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ.૩,૧૯,૬૦૫/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ અને એલ.જી. રાઠોડના નેતૃત્વમાં ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. રાજદીપ મનસુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તથા નિલેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ડુંગરી ગામના ઝાપ ફળિયામાં રહેતા અક્ષય ઉર્ફે અમિતભાઈ ચૌધરીએ પોતાના મકાનની પજારીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧,૧૯૭ નંગ બાટલીઓ મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી અક્ષય ચૌધરી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!