Explore

Search

March 1, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : સોનગઢમાં બેંકમાંથી નાણાં ઉપાડી બહાર નીકળેલા વૃદ્ધની નજર ચુકવી રૂ.45 હજારની ચોરી: ગણતરીના કલાકોમાં ચાર રીઢા ગુનેગારો ઝબ્બે

સોનગઢમાં બેંકમાંથી નાણાં ઉપાડીને જઈ રહેલા એક વૃદ્ધ વ્યક્તિને વાતોમાં ભોળવી, નજર ચુકવી ખિસ્સામાંથી રૂ.45,000/- સેરવી લેનાર આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ 27/02/2026ના રોજ સોનગઢના નાની ખેરવણ ગામના રાકેશભાઈ ચૌધરી સોનગઢ હિરવા પ્લાઝા ખાતે આવેલી બેંક ઓફ બરોડામાંથી રૂ.45,000/-ઉપાડીને નીકળ્યા હતા. આ સમયે ઓટા ચોકડી પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને રોકી “અમે બહારના છીએ અને અમારે અહીં રૂપિયા જમા કરાવવા છે, તમે મદદ કરો” તેમ કહી વાતોમાં વળગાવ્યા હતા. ત્યારબાદ ચા પીવાના બહાને લઈ જઈ, નજર ચુકવી રાકેશભાઈના શર્ટના ખિસ્સામાંથી રૂ.45,000/-ની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોઈ તાપી ઇન્ચાર્જ એસ.પી. પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો કાર્યરત થઈ હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે બાતમીના આધારે (1) યોગેશ નામદેવ પાટીલ (રહે. લિંબાયત, સુરત; મૂળ મહારાષ્ટ્ર),(2) સતનામ ઉર્ફે પપ્પુ સાહબદીન રાવત (રહે. જોલવા, સુરત; મૂળ ઉત્તર પ્રદેશ),(3) સાજીદખાન સલીમખાન (રહે. જોલવા, સુરત; મૂળ ઉત્તર પ્રદેશ),(4) આયુષ દેવપ્રસાદ મિશ્રા (રહે. તાતીથૈયા, સુરત; મૂળ ઉત્તર પ્રદેશ) આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી ચોરીની રોકડ રકમ રૂ.45,000/-, ગુનામાં વપરાયેલ બલેનો કાર જેની કી.રૂ.3 લાખ મોબાઈલ ફોન નંગ-4 સહિત કુલ રૂ. રૂ.3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે. મુખ્ય આરોપી યોગેશ પાટીલ વિરુદ્ધ સુરત શહેર અને ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ચોરીના 11 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સતનામ રાવત વિરુદ્ધ પણ 11 ગુનાઓ, આયુષ મિશ્રા વિરુદ્ધ 6 ગુનાઓ અને સાજીદખાન વિરુદ્ધ 3 ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગ બેંકોની અંદર અને બહાર લોકોની નજર ચુકવી નાણાં સેરવી લેવાની પદ્ધતિ (MO) ધરાવે છે.

Advertisement
error: Content is protected !!