Explore

Search

February 28, 2026

Contact us -7820092500

IAS Coaching

Local Trending News : બારડોલીના રાજપુરામાં તસ્કરોનો આતંક: ઘર આંગણે પાર્ક કરેલી બાઈકની ચોરી

બારડોલી તાલુકામાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉંચક્યું છે. રાજપુરા (લુંભા) ગામે રાત્રિના સમયે ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, ચોરીની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતા હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો અનુસાર રાજપુરા ગામના પટેલ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા પ્રિયાંકભાઈ ગીરીશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર જીજે/૧૯/એઆર/૭૭૫૭ લઈને કામ અર્થે બહાર ગયા હતા. સાંજના આશરે સવા છ વાગ્યે પરત આવી તેમણે પોતાની બાઈક ઘરની સામે પજારીમાં પાર્ક કરી હતી. રાત્રિના સમયે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ક્રિકેટ મેચ જોઈ પરિવાર સૂઈ ગયો હતો. બીજે દિવસે એટલે કે ૨૭ ફેબ્રુઆરીની વહેલી સવારે જ્યારે પ્રિયાંકભાઈ ખેતરે જવા માટે નીકળ્યા ત્યારે તેમણે જોયું કે પાર્ક કરેલી બાઈક ત્યાં નહોતી. આસપાસના વિસ્તારમાં અને ખેતરમાં તપાસ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો મળ્યો નહોતો.

બાઈકની શોધખોળ દરમિયાન ફળિયામાં રહેતા અન્ય એક વ્યક્તિના ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં બે અજાણ્યા શખ્સો, જેઓએ શરીરે ઉઘાડા અને ચડ્ડી પહેરેલી હતી, તેઓ શંકાસ્પદ રીતે પસાર થતા જોવા મળ્યા હતા. આ શખ્સોએ અન્ય એક રહેવાસીના આંગણામાંથી મગફળીના કોથળાની પણ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે પ્રિયાંકભાઈ પટેલે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!