Explore

Search

February 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News Today : સોનગઢના પોખરણ પાસે હિટ એન્ડ રન : મોટરસાયકલ સવાર આધેડને અડફેટે લઈ કાર ચાલક ફરાર

સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પર પોખરણ ગામની સીમમાં ગત સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક અજાણી સફેદ કલરની ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાયકલ સવાર આધેડને પાછળથી જોરદાર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે માંડળ ગામના રહીશ રાજેન્દ્રભાઈ ચેમાભાઈ ગામીત (આશરે ૫૦ વર્ષ) ગત મંગળવારે સાંજે ૬:૩૦ વાગ્યાના સુમારે પોતાની મોટરસાયકલ નંબર જીજે/૨૬/ડી/૩૪૭૨ પર ક્વોરીથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પોખરણ ગામની સીમમાં ગ્રાન્ડ તુલસી હોટલ સામેના માર્ગ પર પાછળથી પૂરઝડપે આવતી એક અજાણી સફેદ કારે તેમને અડફેટે લીધા હતા.અકસ્માત એટલો જોરદાર હતો કે રાજેન્દ્રભાઈ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેમાં આઠ જેટલા ટાંકા આવ્યા છે. આ ઉપરાંત તેમના બંને હાથ અને પગના ઘૂંટણના ભાગે પણ ઓછી-વધતી અને મૂઢ ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સોનગઢ સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારાની જનક સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારના ભત્રીજા પ્રવિણભાઈ જુગજીભાઈ ગામીતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
error: Content is protected !!