Explore

Search

February 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News Today : વ્યારા માં યુવતી સાથે છેડતીનો પ્રયાસ

વ્યારા વિસ્તારમાં એક યુવતી સાથે છેડતી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માગતા તાત્કાલિક અભયમ તાપી રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

181 મહિલા હેલ્પલાઇન ટીમ પાસેથી મળતી માહિતી મુજબ, ગામના જ એક વ્યસની યુવકે ઘરમાં આવી યુવતી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતાં આરોપી સ્થળ પરથી નીકળી ગયો હતો. ઘટનાથી ગભરાયેલી યુવતીએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરી આરોપી તથા તેના પરિવારને આ પ્રકારનું વર્તન કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. યુવતીએ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં અભયમ ટીમે પરિવારની બાંહેધરી લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક ચેતવણી આપી હતી.

Advertisement
error: Content is protected !!