Explore

Search

February 25, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : વાંસદાના લાખાવાડી પાસે ગમખ્વાર અકસ્માત: સ્વીફ્ટ ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા પિતાનું મોત, પુત્ર ઘાયલ

વાંસદા-ચીખલી રોડ પર આવેલ લાખાવાડી ગામના બસ સ્ટેન્ડ પાસે રવિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા એક આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, મૃતક ગીરીશભાઇ નીછાભાઇ પટેલ (ઉ.વ. ૩૯, રહે. અનાવલ) અને દીપકભાઇ ઉત્તમભાઇ પટેલ (રહે. રૂપવેલ) કાંટસવેલ ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડવાજાનો પ્રોગ્રામ પતાવી પોતાની મોટરસાયકલ નંબર જીજે/૨૧/બીડી/૦૦૯૭ પર પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે લાખાવાડી બસ સ્ટેન્ડ પાસેના ડિવાઈડર કટ પાસેથી પસાર થતી વખતે પાછળથી આવી રહેલી સફેદ રંગની મારૂતિ સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૧/એક્યુ/૪૩૫૨ ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગીરીશભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મોટરસાયકલ ચાલક દીપકભાઇને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે મૃતકના પુત્ર મંયક પટેલે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્વીફ્ટ કારના ચાલક જીગ્નેશભાઇ કનુભાઇ રાઠોડ (રહે. જલાલપોર, નવસારી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!