Explore

Search

February 20, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : માંડવીના રોસવાડ ગામે 66 KV લાઈનમાંથી ૧.૯૩ લાખના વીજ વાયરોની ચોરી

સુરત ગ્રામ્યના માંડવી પોલીસ મથક હેઠળ આવતા રોસવાડ ગામની સીમમાં તસ્કરોએ કળા કરી છે. ગત ૧૧મી જાન્યુઆરીની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ કરજણથી રોસવાડ જતી ૬૬KV હાઈટેન્શન વીજ લાઈનના ૪૯ જેટલા સિમેન્ટના થાંભલા પરથી લાખોની કિંમતના વાયરો કાપી ચોરી કરી ફરાર થઈ ગયા છે.

મળતી વિગત અનુસાર DGVCL ના કઠોર પેટા વિભાગમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા પિયુષકુમાર ઠાકોરભાઈ ભાલીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત ૧૨મી જાન્યુઆરીએ સ્થાનિક ખેડૂત ધીરુભાઈ પટેલે તેમને ફોન પર જાણ કરી હતી કે ખેતરોમાં જતી લાઈનના વાયરો કપાયેલી હાલતમાં છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,અંદાજે ૫૦૪૦ મીટર (૧૬૮૦ મીટર લંબાઈના ૩ વાયરો) હાઈટેન્શન એલ્યુમિનિયમ વાયર,આશરે ૬૦૫ કિલોગ્રામ વજનના વાયરો જેની કિંમત રૂ. ૧,૯૩,૪૨૦ અંકાય છે. કોઈ મશીન કે કટર વડે વાયરો કાપીને ચોરી કરવામાં આવી છે. વિભાગીય તપાસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા બાદ તા.૧૮/૦૨/૨૦૨૬ નારોજ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!