Explore

Search

February 20, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : માંડવીના અરેઠ પાસે હાઈવે પર ઉભેલી હાઈવા ટ્રક પાછળ બાઈક અથડાતા ચાલકનું મોત

સુરત ગ્રામ્યના માંડવી-કિમ રોડ પર અરેઠ ગામની સીમમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર કોઈપણ જાતના સિગ્નલ કે પાર્કિંગ લાઈટ વિના જોખમી રીતે ઉભી રાખેલી અશોક લેલેન્ડ હાઈવા ટ્રક પાછળ મોટરસાયકલ અથડાતા ઉશ્કેર ગામના 57 વર્ષીય પ્રૌઢનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉશ્કેર-રામકુંડ ગામના મસ્જિદ ફળિયામાં રહેતા દિલીપકુમાર રમેશચંદ્ર શર્મા (ઉં.વ. ૫૭ ) ગત મંગળવારે રાત્રે આશરે ૯:૩૦ વાગ્યાના સુમારે પોતાની હીરો હોન્ડા પેશન પ્રો બાઈક જીજે/૦૫/એચએફ/૭૮૧૫ લઈને ગીરીરાજ પથ્થર ક્વોરીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અરેઠ ગામની સીમમાં વિયા ફ્લાયએશ ઈંટના ભઠ્ઠા સામે, કિમ-માંડવી રોડ પર રોડની સાઈડમાં ઉભેલી એક અશોક લેલેન્ડ હાઈવા ટ્રક જીજે/૦૫/એવી/૯૫૧૭ ના પાછળના ભાગે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દિલીપકુમારને ચહેરા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ ઉશ્કેર ગામના સરપંચ સુરેશભાઇ સોમાભાઇ વસાવા અને અન્ય ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.આ મામલે ઉશ્કેર ગામના સરપંચ સુરેશભાઈ વસાવાએ માંડવી પોલીસ મથકમાં અજાણ્યા હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!