વ્યારાની ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા બે વર્ષથી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને અકસ્માત વીમા કવચ પુરું પાડવામાં આવે છે ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળામાં ધો.પ માં અભ્યાસ કરતી વંશીકા દરબારના પિતા મહેન્દ્રભાઈનું જુલાઈ માસમાં માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું.
આ બનાવની જાણ શાળાના આચાર્ય સેજલબેનને થતા જેઓએ મંડળને જાણ કરી હતી, સંસ્થાના પ્રમુખ હસુભાઈ ભક્તા, મંત્રી મહેશભાઈ શાહ, ચેરમેન નેવિલભાઇ જોખીના માર્ગદર્શનથી સતત સાત માસ સુધી વીમા કંપનીના અધિકારીઓ અને વાલી સાથે સંકલન કરી વંશિકાની માતાને રૂ.૫,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય અપાવી સંસ્થાએ કરી છે. ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ અને ૪૦૦ કર્મચારીઓના અકસ્માત વીમા માટે સંસ્થા વર્ષે રૂ.૧૪,૪૦,૦૦૦/- પ્રીમિયમ ભરે છે અને તે માટે વિદ્યાર્થીઓ પાસે કોઇ ફંડ કે વધારાના પૈસા લેવામાં આવતા નથી, એવું સંસ્થાએ જણાવ્યું હતું.

