Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

News Tapi : બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

નિઝર તાલુકામાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ સામે કડક પગલાં લેવા તથા પોલીસ મથકે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મળતી વિગતો અનુસાર નિઝરના રૂમકીતલાવ ગામમાં રહેતો જેસિંગ (નામ બદલ્યું છે) તા.૩-૧-૨૬ના રોજ ધો.૩ માં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીને લોભ લાલચ આપી નારણપુર ગામના વિસ્તારમાં લઈ ગયો હતો, અને તેના કપડા ઉતારી અડપલાં કરતો હતો ત્યારે નજીકમાં આવેલા હેન્ડપંપ ઉપર પાણી ભરવા ગયેલી મહીલાઓએ આ દ્દશ્ય જોઈને બુમાબુમ કરતા નરાધમ બાળાને કઢંગી સ્થિતિમાં છોડીને ભાગી છુટ્યો હતો.

પોતાની દીકરી સાથે થયેલી ઘટના અંગે પિતાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરતા ઇસમની અટક કરવામાં આવી હતી. પરંતુ આ ઇસમ સામે પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાઈ નથી, ખરાબ માનસિકતા ધરાવતો ઈસમ વારંવાર આવા કૃત્ય કરે છે, જેની સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કાર્યકર્તાઓએ કરી છે.

Advertisement
error: Content is protected !!