બારડોલી નેશનલ હાઈવે પરથી નવી કિકવાડ ગામના રસ્તેથી જતાં આઈસર ટેમ્પોમાં પોલીસે રૂ. ૧૬.૩૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. મળતી વિગતો અનુસાર સુરત જિલ્લાના બારડોલીના નવી કીકવાડ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતા આઈસર ટેમ્પોને પોલીસે રોકી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ વ્હિસ્કીની ૨૧૬૦ બાટલી કિંમત રૂ. ૧૬,૩૮,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પોના ચાલક પ્રકાશભાઈ મગારામ જાખડ (ઉ.વ.૩૫, રહે. કંકનરાલા ગામ, તા. શેડવા, બાકાસર, જિ. બાડમેર-રાજસ્થાન) ની ધરપકડ કરી ટેમ્પો કિંમત રૂ.૧૦ લાખ, ૨૦ હજારના બે મોબાઈલ ફોન મળી ૨૬.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટેમ્પોમાં દારૂ ભરી આપનાર અનિલભાઈ પાંડે ઉર્ફે પાયલટને વોન્ટેડ જાહેર કર્યો છે.

