Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સુધી મોકુફ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે ગુજરાતના મહેસૂલી વિભાગ દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ-1961 ની કલમ-161  હેઠળ મળેલી સત્તા અન્વયે અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે, તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ-74  (ગ) તથા કલમ-145  (ક) થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી છે.

આ  અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.આ દરમિયાન જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે.

Advertisement
error: Content is protected !!