Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat: બે દિવસ પહેલા 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો મામલો, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગૂગલ પાસેથી આઈપી સહિતની માહિતી માગવામાં આવી

અમદાવાદમાં બે દિવસ પહેલા શહેરની 17 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીઓ કોણે આપી અને કેવી રીતે આપવામાં આવી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમમાં બોમ્બની ધમકી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું હતું કે, 23 તારીખે અમદાવાદ શહેરની 17 સ્કૂલોમાં ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. જે અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જ ઈમેલ આઈડીથી નોઈડાની સ્કૂલમાં પણ મેઈલ આવ્યો હતો. જીમેઈલથી કોલ આવ્યા હતાં અને હોક્સ મેઈલ હતાં. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મેઈલને લઈ ગૂગલ પાસેથી આઈપી સહિતની માહિતી માગવામાં આવી છે. ACP હાર્દિક માકડિયાએ વધુમાં કહ્યું હતું કે, અગાઉ સાયબર ક્રાઈમે ચેન્નઈની એક મહિલાની ધરપકડ કરી હતી. ડાર્ક વેબનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વીપીએનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હી પોલીસ સાથે મળીને તપાસ કરવામાં આવશે. બોમ્બની કોઈપણ ધમકીને સામાન્ય માની ના શકાય.આ મુદ્દે અન્ય દેશો સાથે પણ માહિતી મોકલીને તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
error: Content is protected !!