Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : વ્યારાથી ચોરાયેલ ટેમ્પો મહારાષ્ટ્રના ધુલિયાથી બિનવારસી હાલતમાં મળી આવ્યો

વ્યારાના કાનપુરા નવી વસાહતમાંથી મરચાના વેપારી દિલીપભાઈ રમણભાઈ ચૌધરીનો બોલેરો પીકઅપ ગાડી ગત તા.૧૮મી નારોજ રાત્રિએ ચોરાયો હતો. વ્યારા ના નવી વસાહત વિસ્તારમાં આવેલ તુફાની હનુમાન મંદિર પાસે મુકેલ પીકઅપને કોઈ ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે અથવા અન્ય કોઈ રીતે ચાલુ કરી લઈ ગયેલ હોય, પીકઅપમાં મુકેલ લાલ મરચા આશરે ૮૦ કિ.ગ્રા, ઈલેકટ્રીક વજનકાંટો, ગલ્લો તથા પીકઅપ મળી રૂ.૮૬,૪૫૦ ના મુદ્દામાલની ચોરી અંગે ગુનો નોંધાયો હતો. જોકે તપાસ દરમિયાન વ્યારાથી ચોરાયેલ આ પીકઅપ ટેમ્પો મહારાષ્ટ્રના ધુલિયાથી બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે જેનો કબજો મેળવ્યો હતો.

Advertisement
error: Content is protected !!