વ્યારાના સરૈયા ગામમાં ખેતરમાં ખેતીકામ કરતા ચાર વ્યક્તિ ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. નાસભાગ મચાવવા છતાં પાછળ પડેલા મધમાખીના ઝુંડે શરીરે આડેધડ ડંખ મારતા ગંભીર રીતે ઘવાયેલા ચારેયને સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના સરૈયા ગામમાં ખેતરમાં પોતાની રીતે કામ કરી રહેલા દિીનાભાઈ ગામીત, રમેશભાઈ ગામીત, ટીનાબેન ગામીત, મનીષાબેન ગામીત ઉપર અચાનક મધમાખીનું ઝુંડે હુમલો કર્યો હતો.મધમાખીઓથી બચવા માટે લોકોએ નાસભાગ કરી મૂકી હતી, પરંતુ મધમાખીઓએ શરીરે આડેધડ ડંખ મારી તમામને ગંભીર ઈજા પહોંચાડી હતી. ચારેયને સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

