Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : તાપી કિનારે ખેતરોમાંથી ૬ પાણીના પમ્પ ચોરાયા

તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલા નિઝર તાલુકાના કોઠલી સિવાર વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલા ખેતરોમાં પિયત સુવિધા માટે મુકેલ ખેડુતોની મોટરોની ચોરીના કિસ્સા વધ્યા છે, એકસાથે ૬ ખેડૂતોની મોટરોની ઉઠાંતરી કરવામાં આવતા ખેડુતોએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી.

વિગતો અનુસાર નિઝર તાલુકામાં તાપી નદી કિનારેના કોઠલી સિવારમાં ખેતરો ધરાવતા મુબારકપુર અને કોઠલીના ખેડુતોએ પાક માટે પિયત મેળવવા મોટરો મુકેલ હતી. પરંતુ તા. 20 અને 21 ની રાત્રિ દરમિયાન ખેતરોમાંથી એકસાથે ૬ જેટલી મોટરોની ચોરી થતા ખેડુતો ચિંતિત બન્યા છે. મોટરોની ચોરી થતા ઉભા પાકને નુકશાન થવાની શકયતા રહેલી છે. તમામ મોટર્સની કુલ કિંમત અંદાજીત રૂ.50,0000/- જેટલી થાય છે.ખેડુતોએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી.

 

Advertisement
error: Content is protected !!