Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : વર્ષ 2011માં કામરેજ વિસ્તારમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે તમિલનાડુથી દબોચી લીધો

વર્ષ 2011માં સુરતના કામરેજ વિસ્તારમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા અને પોલીસની આંખમાં ધૂળ નાખી 15 વર્ષથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી રાજકુમાર પટેલને પોલીસે તમિલનાડુથી દબોચી લીધો છે.

ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2011માં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપી રાજકુમાર પટેલે તેની સાથે કામ કરતા એક સહકર્મચારીની કરપીણ હત્યા કરી હતી. આ જઘન્ય અપરાધ આચર્યા બાદ આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે રાજ્ય છોડીને ભાગી ગયો હતો.આરોપી લાંબા સમય સુધી પોલીસના હાથે ન લાગતા, સુરત જિલ્લા પોલીસ દ્વારા તેને પકડવા માટે ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત પી.સી.બી.ની ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ મામલે તપાસ કરી રહી હતી.ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રાજકુમાર પટેલ પોતાની ઓળખ છુપાવીને દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં રહી રહ્યો છે. બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ૧૫ વર્ષ બાદ હત્યારો ઝડપાતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement
error: Content is protected !!