Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat: માંગરોળના પીપોદરા GIDC વિસ્તારમાંથી 16 જુગારીઓની ધરપકડ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલ ગુરુકૃપા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ધમધમતા એક મોટા જુગારધામ પર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ લાલ આંખ કરી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે કુલ 16 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે વિસ્તારનો કુખ્યાત બુટલેગર અને તેના પુત્ર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા એલ.સી.બી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પીપોદરાની ગુરુકૃપા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં મોટા પાયે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 16 જેટલા ઇસમો પત્તા-પાનાનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે ઘટનાસ્થળેથી 93,000 રૂપિયાની રોકડ રકમ સાથે મોબાઈલ ફોન અને અન્ય સાધન-સામગ્રી સહીત કુલ મળીને 1.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જુગારધામ કુખ્યાત બુટલેગર પદ્મનાભ વિજય માલિક ઉર્ફે રાકેશ પકોડો અને તેનો પુત્ર ત્રિલોક ચંદ ઉર્ફે રાજા ચલાવતા હતા. દરોડા દરમિયાન રાકેશ પકોડો, તેનો પુત્ર અને અન્ય એક સાગરીત પોલીસને હાથ લાગ્યા નહોતા, જેથી તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!