અમદાવાદમાં લગ્નને લઈને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન લેવાયા અને મંડપ પણ તૈયાર થઈ ગયો પરંતુ વરરાજા ગાયબ થઈ ગયા. આખરે વરરાજા કેમ ગાયબ થઈ ગયા તેને લઈને જાનૈયાઓથી લઈને કન્યાપક્ષના લોકો પણ ચિંતામાં મૂકાઈ ગયા. લાપતા વરરાજાને શોધવા આખરે પોલીસ બોલાવવી પડી. ઇસનપુર પોલીસે વરરાજાને શોધવા ચક્રો ગતિમાન કર્યા અને તેમને વરરાજાની ભાળ મળી ગઈ. ઇસનપુર પોલીસે વરરાજાને મુંબઈની એક હોટલમાંથી રાતે જ પકડી પાડવામાં આવ્યા હતા.
ઇસનપુર પોલીસને ગુમ થયેલા વરરાજાની ભાળ મળી ગઈ. વરરાજા મુંબઈની એક હોટેલમાં હતા. પોલીસ આ માહિતી મળતાની સાથે જ મુંબઈ પહોંચી ગઈ. જે હોટલમાં વરરાજા રોકાયા હતા ત્યાં પહોંચ્યા બાદ પોલીસ પણ આઘાતમાં મુકાઈ. કારણ કે જયારે પોલીસ હોટલમાં પહોંચી હતી તે સમયે વરરાજા દોરડા વડે આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. વરરાજા દોરડા વડે આત્મહત્યાનો પ્રયાસ કરતા હતા. તે આત્મહત્યા કરે તે પહેલા અમદાવાદ પોલીસ પહોંચી ગઈ અને વરરાજાનો જીવ બચાવ્યો.પોલીસે વરરાજાને પકડી તેની પ્રાથમિક પૂછપરછ કરી. કેમ તે અમદાવાદમાં લગ્નમંડપ છોડીને મુંબઈ આવી ગયો. જો કે આ બાબતે વરરાજાએ કહ્યું કે લગ્ન નહીં કરવા પાછળ કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ નથી.
આ વરરાજા ઇસનપુરનો રહેવાસી છે. લગ્નના દિવસ જે વરરાજા ગુમ થતા લગ્ન મોકૂફ રખાયા હતા. પોલીસને વરરાજાની જાણકારી એક બીલ પરથી મળી હોવાનું તેમણે કહ્યું. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ વરરાજા એ મુંબઈની હોટલમાં પોતાની નસ કાપી હતી. અને તેની સારવાર માટે બિલ ચૂકવ્યું હતું તેના પરથી અમને માહિતી મળી. ઇસનપુર પોલીસે આત્મહત્યા કરનાર વરરાજા યુવકનો જીવ બચાવ્યો. જો કે લગ્ન થશે કે નહીં તેને લઈને લોકોના મનમાં સવાલ છે.

