અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઘટના દરમિયાન અનેક અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.
સ્થાનિકોએ ફોરેસ્ટની જમીન મુદ્દે વિરોધ કરી પથ્થરમારો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસનો મોટું કાફલો ઘટના સ્થળે પહોંચતા, પોલીસ કર્મચારીઓ પર પણ પથ્થરમારો થયો. ઈજાગ્રસ્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાહેર થયું છે. મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. હાલ તો પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી છે અને તમામ ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે અંબાજી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસ દ્વારા ઘટના સ્થળ પર કડક પગલાં લેવામાં આવ્યા છે અને પથ્થરમારો કરનારોના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

