
હાલ રાજ્યમાં દારૂ વેચવાવાળ બુટલેગરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તેમની સંપતિ પણ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે મોરબીમાં બુટલેગરોના ઘર પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અરુનોદય નગર સર્કલ પાસે કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ 1 કરોડની સરકારી જમીન પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના કુખ્યાત બુટલેગર જુસમ જામ અને વલી મહમદ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બંન્ને બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. મોરબીના સમાકાંઠા વિસ્તારમાં અરુનોદય નગર સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.જુસબ જામ અને વલી મહમદ નામના બે બુટલેગરોના ઘર ડીમોલેટ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બી ડિવિઝન વિસ્તારમાં બંને ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જે કારણે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. આ કાર્યવાહી મોરબી તાલુકા મામલતદાર અને પોલીસ દ્વારા કરવામાં આવી છે.

