અમદાવાદમાં મણિનગરમાં રહેતા વૃદ્ધાની સાથે ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ નિષ્ફળ થતાં સાયબર ક્રાઈમની સફળતા સામે આવી છે. ગઠિયાઓએ વૃદ્ધાના ફોન પર દસ્તાવેજો મોકલીને તેમને 33.35 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાને કોઈ બેંક ખાતામાં રકમ જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
બેંકના અધિકારીઓને આ મામલે શંકા થતા તરત જ સાયબર ક્રાઈમને જાણ કરી. આ મામલે મણિનગરમાં રહેલા વૃદ્ધાના ઘરે સાયબર ક્રાઈમના અધિકારી પહોંચી ગયા હતા. વૃદ્ધા સાથેની વાતચીત દરમિયાન સમગ્ર યોજના સામે આવી હતી અને ગઠિયાઓનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. સાયબર ક્રાઈમ દ્વારા સમયસર પગલાં લીધા જતા વૃદ્ધાની બચત સુરક્ષિત રહી.સાયબર ક્રાઈમના અધિકારીઓએ લોકજાગૃતિના હેતુથી લોકોને ફોન, મેસેજ અને ઈમેઈલ દ્વારા આવતા શંકાસ્પદ સૂચનોનો તાત્કાલિક વિરોધ કરવાની સલાહ આપી છે.

