Explore

Search

December 15, 2025

Contact us -7820092500

IAS Coaching

Operation Mule Hunt : તાપી જિલ્લામાંથી રૂપિયા ૧.૪૫ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ,સોનગઢના ત્રણ યુવકોને ધરપકડ કરાઈ

સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના ૩ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેન્દ્ર સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે તાપી સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી.

“ઓપરેશન મ્યુલ હટં“ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી આ એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના કુલ-૩ આરોપીઓને શોધી કાઢી આરોપીઓ અટક કરી તેઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેમજ અન્ય બે ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે, તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી.આહિર સાહેબના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન ICICI BANK બેંકનું એક મ્યુલ બેંક અકાઉન્ટ મળી આવેલ, જેમાં ૧,૪૫,૦૦,૦૦૦/- એક કરોડ ૪૫ લાખ થી વધારે ફ્રોડ ટ્રાન્ઝેક્શન તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી ૩ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત રહે-રૂમ નં ૨૯/બી રેલવે સ્ટેશન ગામ રાણીઅંબા તાપીનું હોવાનુ માલુમ પડ્યું હતું.

જે બાદ એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે આ એકાઉન્ટ વિશાલકુમાર ગામીત તથા નિસર્ગ અનિલભાઈ ગામીત તથા જહોનસન હિરાભાઈ ગામીત નાઓએ ૨૦ % કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા સારૂ મળતીયા વોન્ટેડ આરોપીઓને બહારના રાજ્ય ખાતે જઈ આપેલ હોવાનુ જણાયેલ તેમજ વધુ એક ICICI કરન્ટ બેંક એકાઉન્ટ પણ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા ઉપયોગ કરેલ હોય જેમાં છેલ્લા એક વર્ષમાં ૧,૩૩,૦૦,૦૦૦/-(એક કરોડ ૩૩ લાખ)થી વધુ નાણા ડીપોઝીટ થયેલ હોય અને વિડ્રો પણ થઈ ગયેલ હોય અને તેના વિરુધ્ધમાં ૧૫ જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરીયાદો પણ નોંધાયેલ છે જેથી આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ૧૧૮૨૪૦૧૦૨૫૦૦૧૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨),૬૧(૨)(એ),૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦0 ની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓ : (૧) વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત ઉ.વ.૨૪ રહે-રૂમ નં ૨૯/બી રેલવે સ્ટેશન ગામ રાણીઅંબા તા.સોનગઢ (૨) નિસર્ગ અનિલભાઈ ગામીત ઉ.વ.૩૧ રહે-એ/૧૮ સાંઈ સાંઈ નગર સોસાયટી, સાંઈ કોમ્પ્લેક્ષની પાછળ વાંકલવેલ સોનગઢ (૩) જહોનસન હિરાભાઈ ગામીત ઉ.વ.૩૫ રહે-કેલીયાફળીયુ ગામ અગાસવણ તા.સોનગઢ જિ તાપી તથા એ/૭ અભિષેક ટાઉનશીપ,ન્યુ કોસાડ રોડ અમરોલી સુરત

ડીટેકટ થયેલ ગુનાઓ

(૧)અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૨૦૦૮૨૫૦૬૭૪/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮ (૪)તથા આઈટી એકટ કલમ ૬૬(ડી)મુજબ અને (૨)હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૨૫/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૮ (૪),૩૧૯(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨) તથા આઈટી એકટ કલમ ૬૬(સી),૬૬(ડી)મુજબ

આરોપીઓની ભુમીકા / એમ.ઓ. (૧) વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત :- આ આરોપીના વ્યારા ખાતે આવેલ IRIS PLAZA માં MR ENTERPRISE ના નામે દુકાન ભાડેથી રાખી આ દુકાન મારફતે ICICI BANK માં કરંટ બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે એકાઉન્ટનો ઉપયોગ પોતાના માટે નહી કરી આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ જેમા તેના દ્વારા અપાયેલ પોતાના ICICI બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૩ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે

(૨) નિસર્ગ અનિલભાઈ ગામીત :- આ આરોપી સોશીયલ મિડીયા જેવા પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ ખરીદનાર એજન્ટોના સંપર્ક કરી તેઓને પોતાના તથા અન્યોના કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ /એજંટ જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના ICICI બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૧૫ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે

(૩) જહોનસન હિરાભાઈ ગામીત :-આ આરોપી મધ્યસ્થી જેમ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરોને રાજ્ય બહાર લઈ જઈ તેઓની બેંક એકાઉન્ટની કીટ તથા સિમકાર્ડ વિગેરે મળતીયા આરોપીઓને પુરી પાડી તે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા નખાવી તેમાં પોતાનુ કમિશન રાખી આર્થિક ફાયદો મેળવવાનુ-/મધ્યસ્થી

આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચરનાર ટૉળકી સાથે જોડાયેલ હોવાનુ જાણવા મળેલ છે, જેની વધુ તપાસ હાલ ચાલુ છે આમ, તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન.દેસાઈ. સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના ત્રણ આરોપીઓ પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Advertisement
error: Content is protected !!