Explore

Search

December 16, 2025

Contact us -7820092500

IAS Coaching

સોનગઢ પોલીસની કામગીરી : સાયબર ફ્રોડના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો,કઈ રીતે છેતરપીંડી કરતા હતા ? વિગતવાર જાણો

સાયબર ફ્રોડના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે, સોશ્યલ મિડીયાના માધ્યમ ફેસબુક મારફતે આરોપીએ પોતાનો આઈ ફોન વેચવાનો છે, તેવી જાહેરાત આપી ફરીયાદી સાથે વાતચિત કરી ફરીયાદી પાસેથી ઓન લાઈન માધ્યમથી ફોનના રૂપિયા ૪,૦૦૦/- મંગાવ્યા બાદ ફરીયાદીને ફોન નહી આપી છેતરપિંડી કરી હતી.

મળતી વિગતો પ્રમાણે ગઈ તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ સોનગઢ પો.સ્ટે.પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૫૨૭૩૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા આઇ.ટી.એકટ-૨૦૦૮ ની કલમ-૬૬(ડી) મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનામાં અજાણ્યા આરોપીએ ફરીયાદી સાથે સોશ્યલ મિડીયાના માધ્યમ ફેસબુક મારફતે આરોપીએ પોતાનો આઈ ફોન વેચવાનો છે, તેવી જાહેરાત આપી ફરીયાદી સાથે વાતચિત કરી ફરીયાદી પાસેથી ઓન લાઈન માધ્યમથી ફોનના રૂપિયા ૪,૦૦૦/- મંગાવ્યા બાદ ફરીયાદીને ફોન નહી આપી છેતરપિંડી કરી હતી.

આ મામલે આરોપીને શોધી કાઢવા સારું સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ચૌહાણએ આપેલ સુચના અને તેઓના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ અને સ્ટાફ નાઓએ આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડિટેલ-બેન્ક ખાતા નંબરની માહીતી આધારે ટેક્નિકલ એનાલીસીસ કરી ગુનો શોધી કાઢી આ સાઈબર ફ્રોડ આચરનાર રવિભાઇ ધનજીભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૧, રહે.લક્ષ્મણનગર, ચોક શેરીનંબર-૮, ધર નંબર- ૨૪૩ કિરણ ચોક પાસે નાના વરાછા સુરત શહેર, મુળ રહે બોટાદ, ભાવનગર રોડ, ઓમ શાંતિ નંગર, ધર નંબર-૪ તા.જી.બોટાદ)ની તારીખ.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ અટકાયત કરી છે.

આરોપી પુછ પરછ દરમ્યાન તેમજ ટેકનિકલ એનાલીસીસ અને સમનવય પોર્ટલના ઉપયોગના આધારે આરોપી વિરૂધ્ધમાં ગુજરાત રાજયના અન્ય શહેર/જીલ્લા (૧) અમદાવાદ શહેર (૨) અરવલ્લી-મોડાસા (૩) કચ્છ પુર્વ (૪) કચ્છ પશ્ચિમ (૫) મહેસાણા (૬) સાબરકાંઠા (૭) અમરેલી જિલ્લાઓના અગલ-અલગ પોલીસ સ્ટેશન ખાતે સાઈબર હેલ્પ લાઈન ૧૯૩૦- એક્નોલેઝમેન્ટ નંબર ઊપર કુલ-૦૯ જેટલી કમ્પ્લેનો નોંધાયેલ છે.

આરોપીની એમ.ઓ. : (૧) આરોપી ફરીયાદી સાથે સોસિયલ મિડીયાના માધ્યમથી પોતાનો આઈ.ફોન. વેચવાનો છે, તેવી જાહેરાત આપી ફરીયાદી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ ફોનના રૂપિયા ઓન લાઈન મંગાવી બાદ ફોન નહિ આપી છેંતરપિંડી કરવી.

(૨) આરોપી ફરીયાદી સાથે સોસિયલ મિડીયાના માધ્યમથી પોતે વાહનના શીટ કવરનો વેપારી છે, તેવી ઓળખાણ આપી ભોગ બનાનાર/ફરીયાદી સાથે સંપર્ક કરી સસ્તા ભાવે શીટ કવર આપવાની વાતચીત કરી, શીટ કવરના માલના રૂપિયા ઓન લાઈન મેળવી બાદમાં ફરીયાદીને શીટ કવરની ડિલવરી નહી કરી છેતરપિંડી કરવી.

Advertisement
error: Content is protected !!