Explore

Search

December 15, 2025

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે,83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી

અમદાવાદ શહેરના વાહનચાલકો માટે કામના સમાચાર છે. 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે. 83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને 10 કે તેથી વધુ ઇ મેમો મેળવનારાના ઘરે જઈને પોલીસ દંડ વસૂલશે. આવા વાહનચાલોકોની વિગતો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપવમાં આવશે.

ફાઈલ ફોટો

પોલીસ નોંધાયેલા સરનામે જઈને બાકી રહેલા દંડની ઉઘરાણી કરશે. હેલ્મેટ ન પહેરવાના 10થી વધુ મેમો મેળવનાર 82 હજાર વાહનચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રોંગ સાઈડના 10થી વધુ મેમો મેળવનારા 1200 અને સિગ્નલ ભંગ બદલ 10થી વધુ મેમો મેળવનારા 317 લોકોની યાદી તૈયાર કરવામાં આવ્યા છે.ટ્રાફિક પોલીસ હેલમેટ વગરના ને જ નહીં પરંતુ ગંભીર ઉલ્લંઘનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગેરકાયદે પાર્કિંગ, વન વેનું ઉલ્લંઘન, કારમી સીટ બેલ્ટન બપહેરવો, કારના કાચ પર બ્લેક ફિલ્મ, ત્રણ સવારી, લાઇસન્સ વિના ડ્રાઇવિંગ અને ફેન્સી નંબર પ્લેટ જેવા કેસમાંપણ કાર્યવાહી કરાશે.આ ઉપરાંત એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઇવર લેફ્ટ ટર્ન બ્લોક કરશે, બસ ઓવરસ્પીડ દોડાવશે, સિગ્નલ તોડશે તો તેમાં પણ તેમની સામે કડક કાર્યવાહી કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધીમાં ટ્રાફિક પોલીસે 18.5 લાખ દંડ વસૂલ કર્યો છે.

Advertisement
error: Content is protected !!