Explore

Search

December 16, 2025

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : શિક્ષક-શિક્ષિકા દ્વારા એક યુવતીનું શારીરિક શોષણ અને લાખો રૂપિયાની છેતરપિંડી

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના રાજકોટમાં બની હતી. શિક્ષક-શિક્ષિકા દ્વારા એક યુવતીનું શારીરિક શોષણ અને લાખો રૂપિયાની છેતરપિંડીના અજીબો ગરીબ કિસ્સામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા હતાં. આ કેસમાં પીડિત યુવતીએ મીડિયા સમક્ષ પોતાના આપવીતી જાણવી હતી. પીડિતાનો આરોપ છે કે, શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા તેને ફસાવવામાં આવી હતી. મુકેશ સોલંકી નામના શિક્ષકે તેની પર વારંવાર દુષ્કર્મ પણ આચરતો અને વાયર, બેલ્ટ, કડાથી માર મારતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

વધુમાં પીડિતાએ જણાવ્યું કે, શિક્ષક મુકેશ સોલંકી અને શિક્ષિકા પ્રીતિ ઘેટીયા તેના પતિને મારી નાખવાની ધમકી આપતા હતા. લગ્નના દિવસે પણ લગ્નમંડપમાં ઘૂસી લગ્નને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ શિક્ષક-શિક્ષિકાએ યુવતીના ન્યુડ ફોટા-વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરીને તેણીને બ્લેકમેલ કરી અધધ 4 લાખથી પણ વધુ રૂપિયા બળજબરીપૂર્વક કટકે કટકે પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. લગ્નના દિવસે આ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લગ્ન રોકાવ્યા હોવાની ઘટના સામે આવી હતી.

આ મામલે પીડિત યુવતીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર પીડિતા સૌપ્રથમ સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી પ્રીતિ ઘેટીયાના સંપર્કમાં આવી હતી. જે બાદ પ્રીતિ ઘેટીયાના માધ્યમથી પીડિતા મુકેશ સોલંકીના સંપર્કમાં આવી હતી. અને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. આરોપીઓએ યુવતીને ધમકી આપી હતી કે, ‘જો તું લગ્ન કરીશ, તો હું તારા ન્યુડ વીડિયો-ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી નાખીશ’.રાજકોટ પોલીસ દ્વારા બંને આરોપી શિક્ષક-શિક્ષિકા વિરુદ્ધ બીએનએસની કલમ 64(2)(એમ), 308(2), 351(3), 115(2), 61(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે પ્રીતિ ઘેટીયાને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આરોપી શિક્ષક મુકેશ સોલંકી હજુ પણ ફરાર હોવીથી તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરવામાં આવી.

Advertisement
error: Content is protected !!