Explore

Search

December 15, 2025

Contact us -7820092500

IAS Coaching

વાર્ષિક ઇન્સ્પેકશન : સુરત રેન્જ આઇ.જી.પી. દ્વારા તાપી જિલ્લાના નિઝર ડીવીઝનનું વાર્ષિક ઇન્સ્પેકશન, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી

સુરત રેન્જ આઇ.જી.પી.શ્રી દ્વારા તાપી જિલ્લાના નિઝર ડીવીઝનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઇન્સ્પેકશન પુર્ણ કર્યા બાદ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.મળતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં તા.૨૨/૦૩/૨૦૨૪થી નિઝર ખાતે નવું ડીવીઝન ડીવીઝન શરુ કરવામાં આવ્યું હતું. જેનું પ્રથમ વાર્ષિક ઇન્સ્પેકશન શ્રી પ્રેમ વીર સિંહ, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત નાઓ દ્વારા તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું.

આઇ.જી.પી.શ્રી કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઇન્સ્પેકશન પુર્ણ કર્યું હતું અને તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી, તાપીની કચેરી ખાતે તાપી જિલ્લા પોલીસના અધિકારીશ્રીનાઓ સાથે મીટીંગનું આયોજન કરી દેશ વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોને અને હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એકટ, એકસપ્લોઝીવ એકટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા, પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ. જેવા કેસો તથા પેટ્રોલીયમ ધારાના કેસોમાં સંડોવાયેલ આરોપીઓ બાબતે તથા તેઓએ ભુતકાળમાં આચરેલ ગુનાઓનું રીવ્યુ કરેલ તેમજ સાયબર ક્રાઇમના લગતા ગુનાઓનું ડીટેકશન વધારવા સુચનાઓ આપી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ, તાપી દ્વારા આંગડીયા પેઢી લુંટનો અનડીટેકટ ગુનો અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,તાપી દ્વારા ફ્રોડના બે અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા બદલ પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

વાંચક મિત્રો ધ્યાન આપે : મહત્વના સમાચારો સીધા આપના વોટ્સએપ નંબર પર મેળવવા માટે તાપીમિત્ર ન્યુઝ વોટ્સગુપમાં જોડવો : 7820092500 પર hi લખી મોકલો, અને હા તાપીમિત્રનો મોબાઈલ નંબર સેવ કરવાનું ભૂલતા નહી

Advertisement
error: Content is protected !!