તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સોનગઢ બંધારપાડા રોડ કે જે ડોસવાડા મેઈન હાઈવેથી બંધારપાડા તરફ જતો આશરે 9 કિલોમીટરના રસ્તાની રીકાર્પેટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહનચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
આપને આહીં જણાવી દઈએ કે,આ માર્ગ ડોસવાડા, ખરશી, ખાંજર, દેવલપાડા, બેડપાડા, બંધારપાડા, મોંઘવાણ, ઘોડચીત, મૈયાલી, ગતાડી, ગાળકુવા, મહુડી જેવા 12 ગામોને જોડતો મુખ્ય અગત્યનો માર્ગ છે.આ રસ્તાની એકબાજુ નેશનલ હાઈવે તથા બીજી બાજુ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો હોવાથી બારેમાસ મોટા પ્રમાણમાં વાહનો અવર-જવર રહે છે.ચોમાસાની સિઝન પુરી થતાની સાથે જ માર્ગ અને મકાન પંચાયત દ્વારા પુરજોરમાં રસ્તાની રીકાર્પેટીંગની કામગીરી કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.માર્ગ અને મકાન પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરીથી અંદાજીત 12 ગામોની વસ્તી આશરે 17 હજાર જેટલા સ્થાનિકોને વાહનવ્યવહારમાં સુગમતા રહેશે.

