Explore

Search

December 16, 2025

Contact us -7820092500

IAS Coaching

Trending news : પત્ની સાથેના આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ

અમરેલી જિલ્લાના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્ની સાથેના આડાસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર, સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે રાજુલા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ મુદાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજદીપસિહ રાઠોડ નામના શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસે રાજદીપસિહને શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આકરી પૂછપરછ દરમિયાન રાજદીપસિહ ભાંગી પડ્યો હતો અને તેણે જ સુરેશભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, મૃતક સુરેશભાઈને તેની પત્ની સાથે આડા સંબંધ હતા, જેની અદાવત રાખીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.રાજુલા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!