સુરતના રાંદેર વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન બદલ કોર્ટ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સુરત મનપાનો એક કર્મચારીને દારૂ પીને જાહેર સ્થળે અયોગ્ય વર્તન કરતો હતો, જેના કારણે કોર્ટે તે કર્મચારીને ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે સરકારી કર્મચારીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે તેમના માટે કોર્ટે એક કડક દાખલો બેસાડ્યો છે.
આ ઘટના 16મી જૂન, 2023માં બની હતી. સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતો આરોપી લાલુ ભૂરિયા રાંદેર વિસ્તારના રામનગર નજીકના એક ખુલ્લા પ્લોટમાં દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતો અને અયોગ્ય બબડાટ કરતો પકડાયો હતો.આ આરોપીને રાંદેર પોલીસે ઝડપીને જાહેર સ્થળે દારૂ પીને પ્રોહિબિશન એક્ટનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસ દાખલ કર્યો હતો. જ્યારે આ કેસમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે.કાર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.આર. મોઢે સખત દલીલો કરી હતી. સરકારી વકીલે આરોપી દ્વારા કરવામાં આવેલા ગુનાની ગંભીરતા અને કાયદાના ઉલ્લંઘન બાબતે આકરી સજા કરવા માટે કહ્યું હતું.સામે બચાવ પક્ષે આરોપીએ દારૂનું સેવન કર્યું નથી, પરંતુ વધારે પડતી દવાઓ લીધી હોવાથી તે લથડિયાં ખાતો હતો તેવી દલીલ કરી હતી. પરંતુ કોર્ટે સરકારી વકીલની દલીલોને માન્ય રાખીને આરોપી લાલુ ભૂરિયાને પ્રોહિબિશન એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આ સાથે કોર્ટે આરોપી લાલુ ભૂરિયાને ત્રણ વર્ષની જેલની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. Note: News taken from press media sources

