Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending news : સુરત શહેરના અડાજણમાં ૩ સગીરા પર રેપ કરનાર બદમાશને અંતિમ શ્વાસ સુધીની સજા

સુરત શહેરના જહાંગીરપુરામાં ત્રણ સગીરાઓની સાથે વારંવાર દુષ્કર્મ કરીને એક સગીરાને ગર્ભવતી બનાવનાર શાકભાજીના ફેરિયાને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. એક સગીરાની ઘટના બાદ પોલીસ તપાસમાં અન્ય બે સગીરાઓની સાથે પણ રેપ થયાનું બહાર આવ્યું હતું. કોર્ટે ગર્ભસ્થ સગીરાને ૧૦.૫૦ લાખ જ્યારે બીજી બે સગીરાઓને ૬-૬ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક આવાસમાં રહેતી ૧૩ વર્ષીય સગીરાને સને-૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં પેટમાં દુખાવો થયો હતો. આ સગીરાને વારંવાર ઊલટીઓ પણ થઈ હતી. સગીરાના માતાએ પ્રેમથી તેણીને દુખાવા બાબતે પૂછ્યું ત્યારે સગીરાએ કહ્યું કે, આવાસમાં રહેતા શાકભાજી વેચતા અંકલે મારી સાથે ખોટું કર્યું છે. મારી અન્ય બહેનપણીઓને બોલાવીને પોર્ન વીડિયો બતાવે છે અને એક દિવસ ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે આ અંકલે મારા કપડા કાઢીને મારી સાથે બદકામ કર્યું છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જહાંગીરપુરા પોલીસે આવાસમાં રહેતા અને શાકભાજી વેચવાનું કામ કરતો નરાધમ આલમગીર મિયા હનીફખાન પઠાણ (ઉ.વ. ૩૮)ની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આલમગીરીએ અન્ય બે સગીરાઓની સાથે પણ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આલમગીરીની સામે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટ દ્વારા દલીલો કરીને આરોપીને મૃત્યુદંડની સજા કરવાની માંગ કરાઈ હતી. ત્રીજા અધિક સત્ર ન્યાયાધીશ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વિનોદ વી. પરમારે બંને પક્ષોની દલીલો બાદ આરોપી આલમગીરીને બળાત્કારના કેસમાં તકસીરવાર ઠેરવીને આજીવન કેદ એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. Note: News taken from press media sources

આરોપીના કૃત્યને સાંખી શકાય નહીં : કોર્ટ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી પાડોશી તરીકે નજીકમાં રહેતી અને પોતાનાં સંતાનોથી પણ નાની વયની ભોગ બનનાર બાળકીઓની સાથે દુષ્કર્મ કરીને પાડોશી ધર્મ ચૂકી ગયા છે. ત્રણેય સગીરાઓનું રક્ષણ કરવાની જગ્યાએ અનેકવાર સંબંધો બાંધ્યા છે, જેના કારણે એક સગીરા ગર્ભવતી બની છે. આરોપીએ બાળકીઓ સાથે અઘટિત અને ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે. આરોપીનું કૃત્ય સભ્ય સમાજમાં સાંખી શકાય તેમ નથી અને આરોપીએ કરેલા અધમ કૃત્યમાં ઓછી સજા કરવાના કોઇ ખાસ કારણો પણ નથી, આરોપીને થયેલી સજા સમાજમાં દાખલો બેસે તે પ્રકારે થવી જોઇએ તેમ ટાંકીને આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

Advertisement
error: Content is protected !!